Skip to main content

પ.પૂ. પુનિતબાપુશ્રીના તા.13-03-2020ના સત્સંગના અંશો..

  • કપાળે ભસ્મ લગાવો તો એ સ્નાન કર્યા બરાબર ગણાય, ધૂપ-દીપ-પ્રસાદ વગેરે ન હોય પણ માનસિક રીતે પ્રભુને તમે ધૂપ કરો, દીપ જલાઓ, પ્રસાદ ધરો અને પૂજન કરો તો એ સ્વીકાર્ય છે અને પ્રભુ સુધી જલ્દી પહોંચી જાય છે.

  • કોરોના વાયરસ ચાલી રહ્યો છે અને મોટા-મોટા દેશો જોઈ રહ્યા છે, એમના હાથમાં કાંઈ નથી. આજનો માણસ અહંકારી થઇ ગયો છે, "I am something" અને એટલો જ સ્વાર્થી છે, પોતાના અને પોતાના પરિવાર સિવાય આગળ કશું જ જોતો નથી. "वसुधैव कुटुम्बकम्" ખૂબ દૂરની વાત બની રહી છે. કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયાનો સરમુખત્યાર ડંફાસ મારતો હતો અત્યારે ફક્ત નિઃસહાય બની જોઈ રહ્યો છે, ટ્રમ્પ પણ એ સ્થિતિમાં છે. હવે, થોડા સમયમાં ધરતી કંપ થશે ત્યારબાદ ચક્રવાત અને સુનામી. હું આ બધા બાબતે ઘણા વર્ષ પહેલાં કહી ચૂકેલો છું. ઇશ્વર જેને બચાવશે એ જ બચી શકશે.

  • "જે માળા આસન ઉપર બેસીને કરો તેની સંખ્યા નિશ્ચિત રાખો, દાખલા તરીકે નર્વાણમંત્રની ઓછામાં ઓછી અગિયાર માળા, પછી આખા દિવસમાં સમય મળે તો હાલતા ચાલતા કામ કરતા મંત્રનું રટણ ચાલુ રાખો, મન-ચિત્ત-બુદ્ધિમાં સદગુરુનું સ્મરણ રાખો તો આ સૌથી મોટી સાધના જ છે.

  • જે રીતે એક-એક પૈસાની ગણતરી કરવામાં આવતી હોય છે તેવી રીતે સાધકે સમયની ગણતરી કરવી જોઈએ. આ સમય ફરી-ફરીને આવવાનો નથી. ઊંઘ માટે વધુમાં વધુ છ કલાક જોઈએ આથી વધારે સાધક માટે ઊંઘની આવશ્યકતા નથી. સવારે ઊઠીને સૌ પ્રથમ મોઢું ધોઈ લો, બ્રશ કરી લો અને પથારીમાં જ પાંચ-સાત મિનિટ 'હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' બોલીને ધ્યાનમાં બેસવું જોઈએ, પછી તમારું જે કાંઈ નિત્યક્રમ હોય - નાહવા ધોવાનું, ચા-કૉફી પીવાનું કે અન્ય કામકાજ હોય એ કરવા જોઈએ.

  • હાલતા ચાલતા કામ કરતા કરતા પણ મંત્ર જાપ કરશો તો ખુબજ મોટા પુણ્યની કમાણી થશે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"આજનો માણસ અહંકારી થઇ ગયો છે, "I am something" અને એટલો જ સ્વાર્થી છે, પોતાના અને પોતાના પરિવાર સિવાય આગળ કશું જ જોતો નથી. "वसुधैव कुटुम्बकम्" ખૂબ દૂરની વાત બની રહી છે. કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયાનો સરમુખત્યાર ડંફાસ મારતો હતો અત્યારે ફક્ત નિઃસહાય બની જોઈ રહ્યો છે, ટ્રમ્પ પણ એ સ્થિતિમાં છે. હવે, થોડા સમયમાં ધરતી કંપ થશે ત્યારબાદ ચક્રવાત અને સુનામી. હું આ બધા બાબતે ઘણા વર્ષ પહેલાં કહી ચૂકેલો છું. ઇશ્વર જેને બચાવશે એ જ બચી શકશે."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



snan bhasm corona pralay mantra chanting dhyan Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation